સ્વસ્થ અને સુંદરઆપણું શરીર 



ઇશ્વરે અદભુત સૃષ્ટિ ની રચના કરી છે,વિવિધ પ્રકારના વૃક્ષો, વિવિધ રંગી ફૂલો, ફળો ઘાઢ જંગલો વિશાળ સરોવરો નદીઓ, સમુદ્રો પહાડો  શુક્ષ્માતિશુક્ષ્મ વિષાણુ થી વિશાળકાય  પ્રાણીઓ તથા સ્વતંત્ર  સમજણ શક્તિ ધરાવતા આપણે મનુષ્ય પણ ખરાજ.

આ વિશ્વમાં રહેલ દરેક જીવ ને કુદરત ના નિયમો નું પાલન કરવાનું એવો સર્વ સામાન્ય નિયમ છે. ફક્ત આપણે મનુષ્યો જ  સ્વતંત્ર  સમજણ શક્તિ હોવાને કારણે વધારે વિક્સિત થયા અને  કુદરતની વિષમતાઓ ટાઢ, તડકો, કારસાદ, વાવાઝોડા થી રક્ષણ મેળવવા માટેના ઉપાયો વિકસાવ્યા. અને  રોજરોજ ના ભોજન ની શોધના બદલે  ભોજન નો સંગ્રહ કરવા નું શીખ્યા. અને આરામ પ્રિય જીવન શૈલી અપનાવી.

"સુખના ખભા ઉપર બેસીને દુઃખ ફરે છે." વધુ  સુખ ઇચ્છનારાઓ એ દુઃખને પણ સ્વીકારવું રહ્યું. આપણી મરજી  મુજબ  રાત્રે મોડા સૂવું, સવારે મોડા ઉઠવું અથવા અપૂરતી ઊંઘ , ગમે ત્યારે કંઈપણ ખાવું  શરીરને વધુ કષ્ટ ન આપવું એ ભર યુવાની માં જ બીમારીઓને આમંત્રણ આપવાનું કારણ બનેછે 

  સાંપ્રત સમય માં  ઘર ના ભોજન ને બદલે બર્ગર પિત્ઝા જેવી ચીજો ખાવાનું ચલણ વધ્યું છે.તેથી પંચ તત્વ થી બનેલું આપણ  શરીર અપચન  કબજિયાત થી પીડિત થાય છે.અને પાંચમાંથી જે તત્વ દુષિત થાય તેને લગતા રોગ શરીર ને લાગુ પડે. પરંતુ તેની શરૂઆત તો પાચનતંત્ર થીજ થાય.

આ ઝડપી દુનિયામાં કોઈને સમય  સમય નથી. કોઈ સમય પત્રક નથી., ચોવીસ કલાક માં છત્રીશ  કલાક  નું કામ કરી વધુ ધન કમાવા ના ચક્કર માં પોતાના અમૂલ્ય શરીરનું  પણ ધ્યાન રાખતા નથી.અને મહા મહેનતે કમાયેલ ધન હોસ્પિટલો માં ચૂકવવા નો વારો આવે છે 

શું કરવું ?

ફક્ત  ૧ કલાક શરીર માટે ફાળવવો. હળવી કસરત ,અનુકૂળ યોગ આશનો તથા માધ્યમ ગતિ થી  અલગ અલગ પ્રાણાયામ કરવા જ જોઈએ..  હાલ માં યૂટ્યુબ પર ઘણા નામી-  અનામી યોગ ગુરૂ ઓ ના અસંખ્ય વિડિયો ઉપલબ્ધ છે. આના ફાયદા સામાન્ય રીતે દેખાશે નહિ પરંતુ થોડા સમય માંજ શરીર સ્ફૂર્તિ વાળું થઈ જશે.

વધુ પડતાં ચા કોફી નું સેવન ઓછું કરવું. બોટલ પેક ઠંડા પીણા ન પીવા. સવાર ના ઊઠીને ઘરમાં જ બનાવેલ હળદર નો પાવડર નવશેકા પાણી સાથે પીવો.


Healthy and beautiful body

God has created wonderful creation, different kinds of trees, different coloured flowers, fruits, dense forests, vast lakes, rivers, seas, mountains, micro-organisms from giant animals and we human beings who have the power of independent understanding.

Every living thing in this world has to follow the laws of nature. Only we humans, being independent thinkers, have evolved and developed remedies to protect against the anomalies of nature, cold, sun, rainstorms, hurricanes. And learned to store food instead of searching for everyday food. And adopt a relaxed favourite lifestyle.

"Suffering revolves around sitting on the shoulders of happiness." Those who want more happiness also have to accept the pain. Sleeping late at night, getting up late in the morning or getting insufficient sleep, eating anything at any time and not giving the body too much trouble, invites diseases in our youth.


Nowadays, the trend of eating things like burger ,pizza instead of home meals has increased. Therefore, our body, which is made up of five elements, suffers from indigestion and constipation.
 But it starts to freeze the digestive system.

In this fast paced world no one has time. There is no time sheet. They do not even take care of their invaluable body in the cycle of earning more money by working 36 hours in 24 hours. And it is time to pay the hard earned money in hospitals.


What to do ?

Allocate only 1 hour for the body. Mild exercises, favourable yoga asanas and different pranayama's with medium speed must be done. currently there are numerous videos of many well-known yoga gurus available on YouTube The benefits of this may not be obviously but in a short time the body will be refreshed. 

Reduce the intake of excessive tea and coffee. Do not drink bottle packed cold drinks. Get up in the morning and drink home made turmeric powder with lukewarm water promotes good lifestyle habit..


Thanks
- By Ketan Says.