આદુ(Ginger)
કુદરત શિયાળાની સીઝન માં પૃથ્વી પર ના બધાજ જ જીવો માટે આશીર્વાદ રૂપ છે.મબલખ જાતની વન ઔષધિઓ થતા શાકભાજી નો ભંડાર પકાવી આપેછે. શિયાળાની ઋતુમાં લીલી હળદર તથા આદુ ખુબ મળે છે. જેનો ઉપયોગ આપણે સૌએ ચોક્કસ કરવો જોઈએ. કે જેથી આખું વરસ નિરોગી રહી શકાય.
આદુ સ્વાદે તીખું પચવામાં મધુર, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર,પાચન સંબંધી તકલીફો દૂર કરનાર, બળપ્રદ, હૃદય ને બળ આપનાર છે. આદુ માં કેલ્શિયમ,કોપર,ઝીંક જેવા મહત્વના ખનિજ તત્ત્વો પૂરતા પ્રમણમાં મળી રહે છે.
આદુ એ આપણા રસોડા નો બારમાસી મસાલો છે. આદુ સુકવણી બાદ સૂંઠ ના નામે પ્રસિદ્ધ છે. વારંવાર પીવાતી ચ્હા ના મસાલાનો મુખ્ય મસાલો સૂંઠ જ છે.
ચાલો આપણે આદુના ગરગથ્થુ ઉપયોગ જોઈએ.
1) કોઈ લોકોને બસ કે કાર ની મુસાફરી દરમિયાન ઊલટી -ઊબકા ની તકલીફ થતી હોય તો આદુ નો નેનો ટુકડો મોં માં રાખવાથી રાહત મળે છે.અને લાંબી મુસાફરી પણ આરામથી થાઈશકે છે.
2) શરીર માં સાંધા ના દુખાવા વળી જગ્યા પર આદુ નો રસ તથા થોડો હળદરનો પાઉડર મિક્ષ કરી લેપ લગાવવાથી દુખાવામાં જલ્દી થી આરામ મળે છે. થોડો સમય નિયમિત રીતે કરવાથી સાંધાના દુખાવામાં કાયમી હોત મળે છે.
૩) સ્ત્રીઓ ને માસિક ધર્મના દિવસોમાં પટમાં અસહ્ય દુખાવો થતો હોય તો દિવસમાં ત્રણ વાર આદુ નાખેલ ચા પીવરાવવાથી પેટનો દુખાવો માટે છે.
4) ગુજરાતમાં ખાસકરીને સૌરાષ્ટ્ર-કચ્છ માં પ્રસૂતા સ્ત્રી ને પ્રસુતિ ના 40 દિવસ સુધી સૂંઠ,ગોળ ,ઘી, સૂકું ટોપરું ઉમેરી ને શિરો ખવરાવે છે જેને લીધે બહેનો ફરી સંપૂર્ણ સ્વસ્થ બની જાય છે તથા નવજાત બાળક પણ પ્રતાપી વીર્યવાન હોય છે.
5) શિયાળામાં શરદી વારિવાર થતી હોય તો આદુ તુલસી નાખેલા નવશેકા પાણી માં મધ ઉમેરી ને દિવસમાં બે વાર પીવાથી શરદી તથા માથાના દુખાવા માં રાહત મળે છે.
6) માઇગ્રેન ના દુખાવા માં પણ આદુ નાખેલ ચા પીવાથી મૈગ્રન ના દુખાવામાં રાહત મળે છે.
7) પાચન સંબંધી સમસ્યા થી પેટની તકલીફ હોય તો આદુ તથા સિંધાલુણ નાખી ને બનાવેલ નવશેકું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ હાલ થાય છે.
નોંધ :-શિયાળાની ઋતુ માં આદુ નિયમિત થોડું ખાઈ શકાય પરંતુ સૂંઠ નો નિયમિત ઉપયોગ ટાળવો હિતાવહ છે.
0 Comments