ડાયાબિટીસ/મધુ પ્રમેહ
ડાયાબિટીસ દુનિયાભરનો સર્વ સામાન્ય રોગ છે. અને એમ કહેવાય છે કે ભારત દેશ એ ડાયાબિટીસ નું મુખ્યમથક છે.
ડાયાબિટીસ પર અગણિત સંશોધનો થયા છે અને હજુ પણ થાય છે.પુસ્તકો પણ ખુબજ લખાયા છે. સેમીનાર પણ થાય છે.તેમ છતાં ડાયાબિટીસ ના રોગીઓ ની સંખ્યા વધતી જ જાય છે.
ડાયાબિટીસના ના ત્રણ પ્રકાર છે.
(૧)આનુવંશિક જે પેઢી દર પેઢી થી વારસામાં આવતોજ રહેછે નાના બાળક ને પણ હોય છે Type-૧
(૨) માણસની રહેણીકરણી કે બેઠાડુ જીવન ને કારણે અથવા વધતી ઉમર ને કારણે શારીરિક અશકિત ને કારણે ઉદ્ભવતો કે જે હાલ સર્વ સામાન્ય છે અને દવાઓ થી કે જે ઇન્સ્યુલીનના ઇંજેસશન થી કાબૂમાં રાખવો પડેછે.Type -૨
૩) સગર્ભા સ્ત્રીઓને ટૂંકાગાળા માટે શરીરમાં થતાં ફેરફારોને લીધે ઉદ્ભવતો એ ડાયાબીટીસ -Type-૩.
મારું લક્ષ્ય ફક્ત ડાયાબીટીસ Type-૨ પર છે
દુઃખ ને પગ નથી, તે સુખના ખભા પર બેસીને આવે જ.
ડાયાબિટીસ ના બધા કેસ માં ૯૦% તો ટાઈપ -૨ જ હોય છે.
અગાઉ વૃદ્ધો અશક્તિ ને કારણે તથા શરીરમાં થતા આંતરિક ફેરફાઓને કારણે થતો ડાયાબીટીસ કે જે રાજાશાહી રોગ ગણાતો પણ હવેસાંપ્રત સમયમાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જેવા કે લેપટોપ,સ્માર્ટ ફોન,સ્માર્ટ ટેલિવિઝન સેટ તથા તેની એક્સેસરીઝ.....આ બધી શોખ સુવિધા ની વસ્તુઓએ દરેક ઉંમર ની વ્યક્તિઓ ના સમય પત્રક ખેરવી નાખ્યા છે. ૨૪ કલાકમાં, ગમે ત્યારે, ગમે તે જોવું ,ન દિવસ ન રાત, ભૂખ લાગે ત્યારે સ્માર્ટફોન થી જ ગમે તે મંગાવી ને ખાઈ લેવું. ને જમવાનું તો બહુ ઓછું. તણાવ વાળી જીવન પદ્ધતિ, અને શરીરમાં જરૂરી એવા ફેટ,,પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ માં બ્રેડ, બર્ગર પિત્ઝા જેવી ખાવાની વસ્તુઓ ખાઈ ને ફક્ત કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક ખાઈએ ત્યારે શરીરમાં સાકાર નું પ્રમાણ અતિશય વધી જાય અને સાકાર નો નિકાલ ન થાય ત્યારે ડાયાબિટીસ ઉદભવે...ડાયાબીટીસ ને નાથવા ગોળીઓ ગળવી પડે જે પેંક્રિયાસ ને ઉતેજીત કરીને વધારે ઇન્સ્યુલીન બનાવીએ જે વધારાની સાકરને પરાણે લોહીમાં ભેળવી દે છે. લોહીના કણો ને તેની જરૂરિયાત ના હોવાથી શરીર ની રચના તેને ચરબી માં રૂપાંતર કરે...રક્તવાહિનીઓમાં ચરબીનું કામ ન હોવાથી તે ભીડ કરી બ્લોક્રજ ઊભા કરે. અને ...બ્લડપ્રેશર તથા હૃદય રોગ માટેના દ્વાર ખુલ્યા. ને વધુ ગોળીઓ લેવાની એક પણ દવા બંધ કરી શકાય નહિ..દવા બંધ કરી તો શરીર માટે નવા ખતરા ઊભા થાય. લીવર તથા કિડનીને પણ નુકશાન થાય.
ડાયાબિટીસ ના દર્દી તો મેડિકલ ક્ષેત્ર ના વ્યવસાયીઓ માટે તો દૂઝતી ગાય છે કારણકે ડાયાબીટીસ ને કંટ્રોલ કરી શકાય પરંતુ પ્રખર ઈચ્છા શક્તિ વગર માત્ર દવાઓથી તેને મટાડી ન શકાય.તેથી ડાયાબીટીસ માટેની ગોળીઓ તથા ઇન્શુલીન ના ઇંજેક્શન ની મગ વધતી જ રહે છે.
એક - બે લોહીના ટેસ્ટ,થાય અને કદાચ દવામાં વધારો, અને સલાહ... ચાલવાનું રાખો, એક કે બે મહિને ફરી બતાવવા જવાનું વાળી નવા ટેસ્ટ ....કિડની, લીવર, ફેટી લીવર,આમ હતાશ માણસ દવાના ચક્કર માંથી બહાર આવી શક્તોજ નથી.
હા, થોડા ખુશ નશીબ લોકો ને સાચી સલાહ આપનારાઓ મળી જતા હોય છે. અને તેઓ થોડો સમય પોતાની જાત માટે કાઢી અને નેચરોપથી અથવા આયુર્વેદ નિર્દેશિત દવાઓ+પંચકર્મ ક્રિયા+યોગ આસનો કરી ઓછી
દવાઓથી ડાયાબિટીસ પર કંટ્રોલ મેળવી શકે છે.
હાલના સમય પ્રમાણે YouTube પર અધળક વિડિયો મળી આવે છે જેમાં નેચરોપથી અને આયુર્વેદ આધારિત નામી-અનામી વ્યક્તિઓના અનુભવ સિધ્ધ અથવા મનગડાંત નુસ્ખાઓ - પ્રયોગો, તથા યોગ પ્રાણાયામ, વિવિધ કસરતો વિશે દૃષ્યવંત જાણકારી હોય છે.બસ આપણે તેમાંથી આપણી સમજણ તથા શક્તિ પ્રમાણે નું એક અર્ધા કલાકનું હળવી કસરતો, યોગ આસનો તથા પ્રાણાયામ નું પેકેજ બનાવી તેને નિયમિત ફોલો કરવાનું , નીચરોપથી ના શક્ષિત નિષ્ણાતો પણ કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક એટલેકે પાવ, બર્ગર,સેન્ડવીચ બજારમાં મળતા ઠંડા પીણા વિગીરે જાતના ખોરાકની ના પાડશે. તથા અલગ અલગ રીતે ઉપવાસ કરાવશે.
હિન્દુ ધર્મમાં તો અઠવાડિએ એક વાર નું ભોજન છોડી દેવાનું ,પાક્ષિક ગરમ પાણી ઉપર કશું પણ ખાધા વગર ના ઉપવાસ,ચાતુર્માસ અષાઢી નવરાત્રી વિગેરે જેવા ઋતુ આધારિત ઉપવાસ એકટાણાં નું આયોજન તો હજારો વર્ષોથી છે.
આવી ક્રિયાઓ તો વિશ્વભર ના બધાજ સંપ્રદાયોમાં છે
પ્રખ્યાત યોગાચર્યોએ સૂચવેલા ડાયાબિટીસ માં નિયમિત કરવા યોગ્ય આસનો.
૧) mandukashan: (અતિ ઉત્તમ)૧ થી ૨ મિનિટ ની સમય સ્થિતિ માં ૩ વાર નું આવર્તન
૨) મકરાસન: ૧થી ૨ મિનિટ ની સમય સ્થીતિમાં ૪ વાર નું આવર્તન
૩) ઉત્તમપદાશન : ૧ મિનિટ ની સ્થિતિ માં ૪ આવર્તન
૪) પવનમુક્તાશન: ૧ મિનિટની સ્થિતિ માં ૪ આવર્તન
૫) નૌકાશન : ૧૦ સેકંડના ૪ આવર્તન
શરૂઆતમાં શરીરમાં ધ્રૂજારી અનુભવાય તો સમય મર્યાદાપહેલા આશન સ્થિતિ છોડી દેવી અને ફરી પ્રયત્ન ચાલુ રાખવો.
શક્તિ પ્રમાણે પ્રાણાયામ કરવા, પણ બળપૂર્વક નહિ સમય પણ ધીરેધીરે વધારવો.
ઘરમાં બાળકો ને ફરજિયાત કસરત અને યોગાસનો કરવવા જ સૂર્યનમસ્કાર અતિ ઉત્તમ ૧૩ આવર્તન દરરોજ
ભોજન સમય માં નિયમિતતા જાળવવા પ્રયત્ન કરવા ઓછામાં ઓછું રાત્રિ ભોજન તો ઘરમાં બનાવેલું બ્રેડ ના ઉપયોગ વગરનું ઓછા તેલવાળુ હોય તો સારુ.દિવસમાં એક મુઠ્ઠીભર શેકેલા ચણા( દાળિયા) ખાવા.
હું વૈદ્ય કે ડોકટર નથી તેથી દવાઓ સજેસ્ટ નહિ કરું પરંતુ મારા પ્રિય વડીલોએ મને શીખવેલા નુસખા હું શેર કરું છું
૧) કડવા રસ નું સેવન કે જે આંતરડાંમાં જ સાકરનું પ્રમાણ જાળવવામાં મદદ કરેછે.
(૨) એક ચમચી મેથીદાણા એક ગ્લાસ માં પાણીમાં રાત્રે પલાળી અને સવારે ઊઠીને કઈ ખાતા પહેલા મેથી પલડેલ પાણી પી જવું તથા મેથી ખૂબ ચાવીને ખાઈ જવી
(૩) કરેલા+દૂધી+ટામેટા સ્વાદ અનુસાર આદુ ,લસણ, સિંધાલુણ ઉમેરી બાફી ને તેનો જ્યુસ બનાવી ને નિયમિત પી શકાય
(૪) અર્ધી ચમચી કડવા લીમડાની ના પાનનો પાવડર તથા થોડો હળદર પાવડર મિક્સ કરીને થોડા નવશેકા પાણીમાં સવારના ભાગે ફાકી/પી જવો
(૫) તૂરા રસ માટે જાંબુના ઠડિયા નો પાવડર તથા થોડી માત્રામાં ત્રિફલા ચૂર્ણ ( સવારના ભાગે) પણ ફાયદાકારક રહે છે. ત્રિફલા ચૂર્ણ તો પેટ પણ સ્વસ્થ રાખશે
(૬) તીખા રસ માટે આદુ, સૂંઠ, લસણ, ડુંગળી નું સેવન ઋતુ અનુસાર કરી શકાય
અન્ય: જવ, મગ, કારેલા, કંટોલા,મેથી નો ઉપયોગ ફાયદાકારક રહેશે.
અત્યારે અહી વિરમીએ....નુસ્ખાઓ તો બહુ ગણા છે પણ બધી વસ્તુઓ સરળતાથી મળી શકે નહિ....
સવસ્થ રહો... મસ્ત રહો ....પરિચિત-અપરિચિત ને સ્મિત આપતા રહો....આભાર....
Diabetes
Diabetes is the most common disease worldwide. And it is said that India is the Capital of diabetes.
Countless researches have been done on diabetes and it is still being done. Books have been written a lot. Seminars are also held. However, the number of diabetic patients are increasing.
There are three types of diabetes.
(1) From Heredity, that is inherited from generation to generation is also found in young children. Type-1
(2) Occurrence of physical disability due to living or sedentary life of a person or due to advancing age which is now common and due to drugs which have to be controlled by injection of insulin. Type-2.
(3) Diabetes -Type-૩ arising due to short term changes in the body of pregnant women.
My views are only on diabetes Type-2
Grief has no legs, it just comes sitting on the shoulders of happiness.
Type 2 diabetes is mostly covering the 90% of all diabetes cases. Diabetes, which used to be a monarchical disease due to disability and internal changes in the body of the elderly, nowadays electronics gadgets like laptops, smart phones, smart television sets and their accessories , all these hobby items The time sheet of the persons of all age is disrupted. 24hours, anytime, anywhere whatever you want to see you can see , neither day nor night, when you feel hungry, just order whatever you want from your smartphone and eat it. Too little to eat lunch or dinner in time . Stressful lifestyle, and loss of eating of essential foods like fats, proteins and carbohydrates. bread, burgers, pizza and eating only carbohydrate rich foods can lead to high levels of sugar in the body and diabetes when sugar is not eliminated. Diabetes pills need to be swallowed, which stimulates the pancreas to make more insulin, which releases excess sugar into the bloodstream. Since blood cells do not need it, body composition converts it into fat . since there is no function of fat in the blood vessels, it causes congestion and blockage. And the door to blood pressure and heart disease opened. Not a single drug can be stopped by taking more pills. If the drug is stopped, new dangers arise for the body. Liver and kidney damage also occurs.
Diabetics are a scapegoat for medical professionals because diabetes can be controlled but cannot be cured by drugs alone without strong willpower.
One or two blood tests, and maybe an increase in medication, and advices like keep walking, new tests to show again in a month or two Kidney, Liver, Fatty Liver Not at all.
Yes, a few lucky ones are going to find true counsellors. And they spend some time for themselves and do less with Naturopathy or Ayurveda directed drugs + Panchakarma Kriya + Yoga Asanas.
Medications can help control diabetes.
Currently there are lot of videos available on YouTube containing visually informative information about Naturopathy and Ayurveda based famous or anonymous person's experience or fictional recipes - experiments, and yoga pranayama, various exercises. Making a package of light exercises, yoga asanas and pranayama and following it regularly, even experts trained in low back pain will not recommend carbohydrate rich foods like buns, burgers, sandwiches and other cold drinks. And will fast differently.
In Hinduism, it has been planned for thousands of years to skip meals once a week, fast on fortnightly hot water without eating anything, Chaturmas Samadhi Navratri etc.
Such actions exist in all denominations around the world
Regular asanas in diabetes suggested by famous yoga mentors:.
1) Mandukashan: (Excellent) 3 times frequency in 1 to 2 minutes time mode
2) Makarasana: 2 times frequency in 1 to 2 minutes time position
2) Uttamapadasana: 2 frequency in 1 minute position
2) Pavanmuktashan: 2 frequency in 1 minute position
2) Navigation: 3 frequencies of 10 seconds
If you feel shaking in the body at the beginning, leave the asana position before the time limit and keep trying again.
To do pranayama according to strength, but not forcefully, but increase with the time slowly.
Sun salutations are a must for children to do compulsory exercises and yoga at home. Excellent 12 repetitions daily.
To try to maintain regularity in meal time, at least dinner should be less oily without the use of home-made bread.
I am not a doctor so I will not suggest medicines but I will share the prescriptions taught to me by my dear elders.
(1) Consumption of bitter juice which helps in maintaining the sugar content in the intestines.
(2) Soak one teaspoon of fenugreek seeds in a glass of water at night and drink water mixed with fenugreek after getting up in the morning and eat it.
Thanks
-BY : Ketan Says
0 Comments