FENUGREEK-(મેથી)

 


મેથી થી આપણે સૌ પરિચિત છીએ., તેના  ગુણોથી આપણે માહિતગાર છીએ..મેથી વાયુથી થતા દરેક રોગમાં કારાગાર દવા છે.સેંકડો વર્ષોથી તેને મળેલ વિશ્વભર માં ખ્યાતિ આજે પણ બરકરાર છે.

મેથી ની ખેતી ભારતમાં જ વધુ થાય છે. અને   દેશના કુલ ઉત્પાદન ના  80%  એકલા રાજસ્થાન રાજ્યમાંથાય છે.

મેથી ની ખેતી ચોમાસુ પૂરું  થવામાં હોય છે. ત્યારથી થાય છે. અને આખો શિયાળો તેની તાજી ભાજી મળી રહેછે.

મેથી એ  રસોડાની રાણી છે.

ગુજરાતીઓ મેથી ની ભાજી ના પાંદડા વિવિધ લોટમાં ભેળવીને  થેપલા, ગોટા / ભજીયા , મુઠીયા,ખાખરા બનાવે છે.કેટલાક લોકો મેથી દાણાનું અથાણું પણ બનાવેછે.તો રાજસ્થાનીઓ ની મેથીદાણા સબ્જી, મેથીદાણા  ચટણી,મેથી સબ્જી પાપડ મેથીદાણા સબ્જી .અને પંજાબીઓ મેથીદાળ તડકા પણ લોકપ્રિય છે.

મેથી ના ગુણધર્મો :-  મેથી ને આયુર્વેદ માં  તીખી ,ગરમ,વાતનાશક,પિત્ત વર્ધક,તે જીણા  તાવ,ઉલટી ,વાયુ,કફ,કૃમિ તથા ક્ષય મટાડનાર છે.

મેથી નો દવા તરીકે ઉપયોગ જોઈએ .

  • ખોરાકના અપાચન થી થતી આમ ની તકલીફ દૂર કરવા, મેથી તથા સૂંઠ નું અરધી અરધી ચમચી ચૂર્ણ ગોળ મેળવી ને સવાર તથા રાત્રે લેવું. 
  • ગેસ થવો,મોળ ચઢવો ,ઉબકા-ઉલટી આવવા તેમજ ખાતા ઓડકાર માટે મેથી તથા શેકેલા સુવા નું ચરણ સરખા ભાગે લેવાથી થોડી વારમાં   જ ફાયદો  થાય છે.
  • ગેસ થવો, મોમાં મોળ ચઢવો ,બેચેની,ઉબકા-ઉલટી,ખાટા ઓડકારો જેવી તકલીફ માં મેથી અને શેકેલા સુવા નું ચૂર્ણ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.
  • લોહી સુધારવા માટે દરરોજ સવારે  નરણા  કોઠે ( ખાલી પેટે ) શેકેલી મેથી નો પાવડર નાની ચમચી જેટલો હૂંફાળા પાણી સાથે લેવો.
  • બાળક ના જન્મ બાદ સ્ત્રીઓ એ એક નાની ચમચી મેથી,અજમો  તથા જીરાનું ચૂર્ણ પાણી સાથે  દરરોજ લેવું. તેથી નવજાત બાળકને દૂધ વધુ તથા રારોગ્ય પ્રદ મળે છે..તેમજ બાળકના ના જન્મબાદ ગર્ભાશય નું સંકોચન જલ્દી થી થાય છે.
  • સંધિવાત થી ઝકડાયેલ શરીર માટે એક નાની ચમચી મેથી અને સૂંઠ નું ચૂર્ણ લેવું.
  • ડાયાબિટીસ ના દર્દીઓ નિયમિત રીતે નાની ચમચી મેથી રાત્રે પલાળી અને સવારે તે પાણી  પીએ અને પલાળેલા મેથી દાણા ખુબ ચાવીને ખાઈ જવાથી ડાયાબિટીસ નું પ્રમાણ કાબુ માં રહેશે.
  • ઋતુના પ્રથમ વરસાદમાં પલાળવા થી કે અન્ય પ્રદેશ માં (ગરમ પ્રદેશ થી  ઠંડા પ્રદેશ) માં જવાથી આવતા તાવ માં મેથી નું ચૂર્ણ લેવું અથવા મેથી ની લાડુડી  ખાવી . 
  • દરેક પ્રકારના સાંધાના દુખાવા કે કમર ના  દુખાવા ના શરૂઆતના દિવસોમાં મેથી તથા સૂંઠના ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો રહેશે.પરંતુ દર્દ લાંબા સમય થી થતું હોય તો કોઈ સારા વૈદ ને કે એલોપેથી ના ડોક્ટર ની સલાહ લેવી.
  • વાત તથા કફના દોષ થી થતા હાયપોથાઇરોડ જેવા હઠિલા રોગોમાં મેથી તથા સૂંઠનું ચૂર્ણ દુખાવામાં આરામ આપેછે.                                                                                                                                     ___________________________________________

Fenugreek

We are all familiar with fenugreek. We are aware of its properties. Every disease caused by gas  fenugreek is a effective medicine.

Fenugreek is mostly cultivated in India. And 80% of the country's total production of fenugreek comes from the state Rajasthan alone.

Fenugreek cultivation ends by monsoon. Since then , And fresh methi leaves are available all winter. Fenugreek is the queen of the kitchen.    
           
Gujarati's make Thepla, Gota / Bhajiya, Muthiya, Khakhra by mixing the leaves of fenugreek in different flours. Some people also make fenugreek seed pickle, Rajasthani fenugreek vegetable, fenugreek chutney, fenugreek vegetable papad .And Punjabis fenugreek tadka is also popular.

Fenugreek should be used as medicine.
  1.  To get rid of problem caused by indigestion of food, take half teaspoon of fenugreek & ginger powder and take it in the morning and at night.
  2. For  nausea and vomiting, taking fenugreek and roasted suva seed in equal proportions is beneficial in a short time.
  3. In case of flatulence, sour belching, taking fenugreek and roasted suva powder with water is beneficial.
  4. To improve blood, take roasted fenugreek powder with a teaspoonful of warm water every morning on an empty stomach.
  5. After childbirth, women should take one teaspoon of fenugreek and cumin powder with water daily. Therefore, the newborn baby gets more milk and health benefits. Also, after the birth  of the baby, the uterus contracts quickly.
  6. Take one teaspoon of fenugreek and ginger powder for the body suffering from arthritis.
  7. Patients with diabetes regularly soak a teaspoon of fenugreek at night and drink that water in the morning and eat the soaked fenugreek seeds very carefully to control  the incidence of diabetes.
  8. In case of fever due to steeping out in the first rain of the season or moving to another region (hot region to cold region), take fenugreek powder or eat fenugreek ladu. 
  9. In the early days of all types of joint pain or back pain, it is beneficial to use fenugreek and ginger powder. But if the pain persists for a long time, consult a good doctor or a doctor of allopathy.