MALARIYA -FEVER
મેલેરિયા એ એનોફોલીશ નામના ચોક્કસ પ્રજાતિ ના માદા મચ્છરો ના કરડવાથી થી ફેલાતો રોગ છે. મખ્યત્વે તે વિશ્વના ગરમ પ્રદેશો-આફ્રિકા,એશિયા માં જ વધારે પ્રસરે છે. વરસાદ ની ઋતુમાં ગામ/શહેરો માં ખાડાઓ કે ગમે ત્યાં પાણી જમા થઇ રહેતા તેમાં મચ્છરો પેદા થાય છે. અને મેલેરિયા આ ઋતુમાં વધુ ફેલાય છે. આયુર્વેદ માં તેને વિષમ જ્વાર કહ્યો છે. ગામડાના માણસો તેને એકાંતરિયો તાવ પણ કહેછે.મેલેરિયા ના મુખ્યત્વે છ પ્રકારો જોવામાં આવ્યાછે. અને ભારતમાં તેમાંથી બે જાતના મેલેરિયા નો ઉપદ્રવ વધુ થાય છે. જેમાં ફાલ્સીપેરમ (ઝેરી) મુખ્ય છે. જે લાંબો સમય આપણા લીવરમાં સુષુપ્ત અવસ્થામાં રહેછે. અને નિયમિત સમય ગાળામાં તે ઉથલો મારેછે.
લક્ષણો
1) શરીર કંપવા લાગે,
2) એકદમ ઠંડી વાય
3) ભયાનક ઉબકા આવે -ઉલ્ટી જેવું લાગે.
4) ગમે તેટલી રજાઈ કે ગોદડાં ઓઢાડો પરંતુ દર્દીની ઠંડી દૂર થતી નથી.
5)થોડી વાર પછી પરસેવો થવો આને તાવ આવવો.
6) પાણી ની તરસ લાગે.
7) રોગી સખત થાક નો અનુભવ કરે
8) દર્દી ને ભૂખ લગતી નથી.
ઉપચારો
હવે તો ગામેગામ આધુનિક લેબોરેટરીઓ થઇ ગઈ છે. ડોક્ટર કે વૈદ્ય રોગી ની લોહી તાપસ કરાવી ને મેલેરિયા નો પ્રકાર જાણી ને તેની દવા શરુ કરે છે.
આયુર્વેદમાં સામાન્ય તાવ ઉતારવા માટે ગાળો, કાળું, કરિયાતું,લીંબડો,મેથી,કારેલા,ઇન્દ્રજવ, કુટજ, મોથ વપરાય છે. મેલેરિયા માટે ના ખાસ ઔષધો નીચે. પ્રમાણે છે.
1) મહાજ્વારંકુશવટી
2) મામેજવા ઘનવટી
3) સપ્તપર્ણ ઘનવટી
4) મહાસુદર્શન
સાવધાની તથા સુરક્ષા
1) મેલેરિયા મચ્છરો થી ફેલાતો, ઉથલો મારતો ઝેરી તાવ છે. માટે શક્ય હોય તો દરેક વ્યક્તિએ મચ્છર દાની માંજ સૂવું. બારીઓમાં મચ્છરો ન આવે તેવી જાળી લગાવવી. ઘર ની આસપાસ ખાડાઓમાં પાણી ના ભરાય તેનું ધ્યાન રાખવું .,ભરાયું હોય તો તેમાં ડીઝલ જેવું તેલ નાખવું કે દવાઓ નાખવી, ચોમાસા દરમિયાન ઘરની દરેક વ્યક્તિઓએ સુદર્શન ઘનવટી ગોળી દરરોજ ની એક ગળી જવી.
**************************
0 Comments