લવિંગ (CLOVES)
લવિંગને આપણે બધા સારી રીતે જાણીએ છીએ.,દરેક ઘરમાં લવિંગ તો હોયજ. મુખવાસ માં પણ તેનો ઉપયોગ થાય છે. લવિંગ તીખા,કડવા,રુચિકર, પચવામાં મધુર,હૃદય તથા આંખને માટે ફાયદા કારક છે. લવિંગ કફનાશક તેમજ આમનાશક છે.
લવિંગ ના ઔષધ તરીકે ના ઉપયોગ જોઈએ તો:
1) દાંત ના દુખાવામાં લવિંગ નું તેલ તથા લીંબુ ના રસ માં ભીજવેલું કપાસ નું પોતું તત્કાલ રાહત આપે છે.
2) સખત શરદી થઇ હોય અને નાક બંધ થઇ ગયુંહોય તો રૂમાલ પર લવિંગ ના તેલ ના બે-ત્રણ ટીપા નાખી ને સુંગવાથી આરામ મળેછે.
3) શ્વાસની દુર્ગંધ થી છુટકારો મેળવવા સવાર સાંજ જમ્યા પછી એક લવિંગ મુખવાસ તરીકે લેવાથી થોડા દિવસોમાં જ શ્વાસ ની દુર્ગંધ સદંતર નાબુત થાય છે.
4) કોઈ પણ કારણસર ચિંતા-તાણ અનુભવાતી હોય તો મોં માં બે લવિંગ રાખી મુકવા. થી ચિંતા-તાણ હળવી થયાની અનુભૂતિ થાય છે.
5) ટીબીની બીમારી માં લવિંગનું ચૂર્ણ તથા મુલેઠી નું ચૂર્ણ મધ સાથે નિયમિત લેવાથી ટીબી ની બીમારી નિર્મૂળ થવામાં મદદ રૂપ થાય છે
6) પેટ ના ગેસ માંથી મુક્તિ મેલાવવા નરણા કોઠે અડધા ગ્લાસ નવશેકા પાણીમાં લવિંગ ના તેલ ના બે ટીપા નાખી ને નિયમિત પીવાથી ગેસ ની સમસ્યા દૂર થાય છે. કારણ લવિંગ આમનાશક છે.
7) ચહેરા પરના દાગ દૂર કરવા તથા કાંતિ વધારવા ચણાનો લોટ તાજું/મોળું દહીં તથા થોડું લવિંગ નું બારીક ચૂર્ણ થોડી માત્રામાં મેળવી પંદર મિનિટ ચહેરા પાર રહેવા દઈ ચહેરો સાફ પાણી થી ધોઈ નાખવો નિયમિત રીતે થોડા દિવસ આમ કરવાથી ચહેરાપરના દાગ દૂર થશે તથા ચહેરાની કુદરતી કાંતિ વધશે.
8) મધ સાથે થોડું લવિંગ નું ચૂર્ણ મેળવી ને ખાવાથી શરીરની ત્વચા કોમળ તથા સ્વસ્થ બને છે.
9) મોઢામાં પડેલ ચાંદા પણ મોમાં લવિંગ રાખી મુકવાથી માટે છે.
10) નિયમિત એક લવિંગ ખાવાથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે. તથા શ્વાસની દુર્ગંધ માં કાયમી રાહત મળે છે.
12)લવિંગ ફક્ત એક ટીપું દુખતા કાનમાં નાખવાથી કાનનું દર્દ માટે છે.
0 Comments