CORONA VIRUS AND COUGH DISEASES




કોરોના વાયરસ એ વર્તમાન સદીની મોટામા મોટી વિડંબના છે. છેલ્લા બે  વર્ષથી કોરોના વાયરસે દુનિયાના લગભગ બધાજ દેશોમાં હાહાકાર મચાવ્યો  છે. થોડા થોડા સમયે અલગ અલગ  વેરિયન્ટ માં હાજરી આપી માનવ સમુદાય ની સામે કેટલાક પડકારો ઊભા કર્યા છે. કોઈને શારીરિક કોઈને માનસિક તો કેટલા બધા લોકો બેકાર બની ગયા અને પોતાના કુટુંબ નું  ભરણપોષણ કરી શકવા પણ અસમર્થ બનીગયા હતા હાલ ફરી ત્રીજી લહેર ની શરૂઆત એક નવા વેરિયન્ટ  સાથે થઈ છે. થોડી સુખદ વાત એ છે કે સમાચાર પત્રોમાં લખ્યા પ્રમાણે દેશભરમાં  કેસ તો વધારે છે પણ મૃત્યુદર ઓછો છે 

હાલ શિયાળાની ઋતુ ચાલી રહીછે. એટલેકે કફ ને લગતા રોગોનું પ્રમાણ વિશેષ છે. સખત શરદી થવી તાવ આવવો શ્વાસ/દમ  ના દર્દીઓને  શ્વાસ લેવામાં મુશ્કેલી એ સામાન્ય બાબત છે. અને  હાલ ચાલી રહેલ મહામારી કોરોના  સંક્રમણ ના સામાન્ય લક્ષણો પણ આ જ છે. કોરોના ની કોઈ દવા નથી એમ ડોકટરો / મેડિકલ શાખાના નિષ્ણાતો કહે છે. અને  એન્ટી વાયરલ ડ્રગ  રેમળેસીવીર નામના ઈન્જેકશન  જેવી દવાઓના ના  ડોઝ આપવામાં આવેછે. કે જે   હિપેટાઈટસ જેવા રોગો પર પ્રયોગ કરવામાં માટે તૈયાર  કરવામાં આવ્યા છે. પરંતુ   તેમાં વપરાયેલ તત્વો વાયરસ સંક્રમણ સામે પણ સારું પરિણામ આપેછે. એવું નિષ્ણાતો મને છે. અને કોરોના ના દર્દીઓને તેની ભલામણ પણ કરેછે.

  ચાલો આપણે આપણા પૂર્વજોએ- વડીલોએ અનુભવેલા કફ ની માત્ર ને સંતુલિત કરી શરદી -તાવ થી મુકતી મેળવવાના સફળ  નુસ્ખાઓ  જોઈએ. 

શિયાળાની ઋતુમાં શરદી કફ  માં રાહત મેળવવા પાણી માં અજમો અને કપૂર નાખી પાણી ને ખુબ ઉકાળી ને  ને  તેનો નાસ લેવો,  થોડી માત્રામાં આદુ કે સૂંઠ નાખી ઉકાળેલું-નવશેકું પાણી પીવું. કફની માત્રા  વધુ જણાય તો  હળદર વાળું દૂધ પીવું. નવશેકા પાણીમાં થોડું મીઠું નાખી ને તેના કોગળા કરવા/, તુલસીના પાન , અરડૂસીનાં પાન થોડી સૂંઠ,  ચા-પાંચ લવિંગ થોડો ગોળ બે ગ્લાસ જેટલા પાણીમાં ઉકળવા નું  એક ગ્લાસ જેટલું પાણી ઉકળી જાય પછી  ઠારવા દેવું, નવશેકું  થાય એટલે ધીરી ધીરે પી જવાનું દિવસમાં બે વાર  આરીતે ઉકાળો બનાવી ને  પીવાથી શરીરમાં કફ પાછો યોગ્ય માત્રામાં થઇ જશે. દેશી દવા ની દુકાનોમાં તૈયાર મળતું કડુ -કરિયાતું પણઅતિ ઉત્તમ ઉકાળો છે.

 રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંતુલિત આહાર લેવો વધુ પડતા ભારે ,ગાળ્યા, ચીકણા ,તેમજ ઠંડા ખોરાક નો ઉપયોગ બંધ કરવો જોઈએ. ઉપરાંત થોડી શારીરિક કસરત, યોગ પ્રાણાયામ નું   શક્તિ અનુસાર નું પેકેજ બનાવી ને નિયમિત તેને અનુશરીએ તો શરીરનું પાચન સુધરશે  અને ચયાપચય (મેટાબોલિઝમ)સુધરતાં જ રોગપ્રતિકારક શક્તિ વધશે. અને ઋતુ ફેરને કારણે થતી બીમારીઓ ઓછી થશે. 

કોરોના તથા કફ ને કારણે ઉત્પન્ન થયેલ રોગો ના લક્ષણો એક જેવા છે. તેમ તેની દવાઓ પણ એક શરખી જ છે. થોડી  કરી  પાળી  ને આયુર્વેદ માં દર્શાવેલ ગોળીઓ /કાઢા / જેવાકે મહાસુદર્શન ચૂર્ણ, ગીલોય ઘનવટી, ત્રિભુવન કીર્તિ રસ, સંશમની વટી,જવારગનીવટી માંથી કોઈ એક ગોળો બે બે ની માત્રામાં દિવસમાં ત્રણ વાર  લેવાથી શરદી ને કારણે કે કોઈપણ જાતના વાયરસ ના સંક્રમણ થી આવેલો તાવ મટીજાય છે અને ફેફસામાંથી કફ પણ છૂટો પડી શરીરની બહાર નીકળી જાય છે.

દર્દી ને ખોરાકમાં સીઝન ના ફાળો, બાફેલા મેગ , મગનું પાણી, મલાઈ કાઢેલું થોડી  હળદર મિલાવેલું દૂધ આપી શકાય.  થોડા દિવસ ઘર ની બહાર નીકળવાનું ટાળી આરામ કરવાથી  રોગ માંથી મુક્તિ મળે છે.



Covid -19

 Corona virus is one of the biggest ironies of the current century. or the past two years, the corona virus has been rampant in almost every country in the world. Attending in different variants from time to time has posed some challenges to the human community. Some people are  became physically and some peoples are mentally ill. and most of unorganised labours ,shopkeepers was became unemployed and unable to support their families. Now The third wave has just started with a new variant. but The good news is that as per the newspapers, the number of cases is higher in the country but the death rate is lower.

The winter season is in full swing. That is the incidence of cough related diseases is special. Severe cold, fever, and shortness of breath are common in patients with asthma. And these are common symptoms of the current epidemic Corona -19 There is no cure for corona, say doctors / medical experts. some Medical experts are recommending  drugs such as the injection of the antiviral drug Remdesivir. Which have been developed for experiments on diseases such as hepatitis. But the ingredients used in it also give good results against virus infection. And also recommends it to corona patients.


Let's look at the successful recipes to get rid of cold, fever by balancing only the cough experienced by  great Indian ancestors.

In winter season, to get relief from cold ,cough, add carom seeds and camphor in water, boil the water and sniff it, add a small amount of ginger or dry ginger powdering the two glass of water boiled it and and drink boiled-lukewarm water. Drink turmeric milk if you feel excessive cough. Put a little salt in lukewarm water and rinse, Tulsi leaves, Ardusi leaves, some ginger, four to five cloves, a little jaggery piece, boil in two glasses of water, after boiling-burned one glass of water, let it cool down  and drink it . Purchase kadu-kariyatu from Ayurveda medicine seller, biold approximately 2 tablespoon in water and drink it.it cant get fast relief in cough, 

Best idea to prevent against all kind of decease make self digesting system strong

To increase immunity, a balanced diet should be avoided. add, some  physical exercise, yoga pranayama according to self stamina ,and follow it regularly, the body's digestion will improve. and as soon as the metabolism (metabolism) improves the immune system will increase. And the diseases caused by the change of seasons will be less.

The symptoms of corona and phlegm are similar. Also, its medicines are a headache. Take one or two tablets / kadhas / prescribed in Ayurveda like Mahasudarshan ganvati, Gilloy ganvati, Tribhuvan kirti ras, Sanshamni vati, Javaraganivati ​​three times a day in case of cold or fever caused by any kind of virus infection. The phlegm also escapes from the lungs and is expelled out of the body.

The patient may be given seasonal food, boiled mag, mug water, skim milk mixed with turmeric. Avoid getting out of the house for a few day sand get some relief from the disease.

Thanks 
By- Ketan Says