જીરું (CUMIN)
જીરું મધ્યપૂર્વ તથા દક્ષિણ એશિયા ના દેશોમાં થાય છે. જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો છે.જીરા ના ત્રણ પ્રકાર છે. (1) સફેદ જીરું, (2) શાહ જીરું (3) કલોન્જી જીરું . રસોડામાં મસાલા તરીકે ફક્ત સફેદ જીરું જ વપરાય છે.
ગુણધર્મ :- તે તીખું,ઠંડુ, અમ્લપિત્ત મટાડનાર ,ભૂખ લગાડનાર, મંદાગ્નિ પ્રદીપ્ત કરનાર,શરીરની ખોટી ગરમી દૂર કરનાર તથા ઝાડા મટાડનાર છે. તે વાયુ વિકારમાં માં પણ ઉપયોગી છે. તે સમગ્ર પાચનતંત્રના અવયવો ને શક્તિ આપનાર છે.
જીરાનાં આયુર્વેદિક ઉપાય :-
1) દરરોજ સવારે એક ચમચી શેકેલા જીરા નો પાવડર સામાન્ય પાણી સાથે લેવાથી તંદુરસ્તી જળવાય છે.
2) આંતરડામાં સડો થયો હોય તો રાત્રે વહેલા જમીને અડધા કલાક બાદ શેકેલા જીરાનો પાવડર
પાણી સાથે લેવો તથા ત્યારબાદ કશું જ ના ખાવું.
3) છાતીમાં બળતરા :- ધાણા,જીરા તથા ખડી સાકર ના ચૂર્ણ ને દિવસમાં બે વાર એક નાની ચમચી ભાર લેવું.
4) ધાવણ ઓછું આવતું હોય તો :- પ્રસુતાએ દિવસમાં બે વાર શેકેલા જીરાને એક નાની ચમચી જેટલું ચાવીને ખાઈ જવું.
5) ભોજન કર્યા પછી જીરાનું ચૂર્ણ ,થોડું મારી નું ચૂર્ણ, સિંધાલુણ ને છાસમાં મેળવી ને થોડો સમય નિયમિત લેવાથી હરસમાં ચોક્કસ ફાયદો થાય છે.
6) શરીરની ચરબી ઘટાડવા માટે રોજ રાત્રે 1 મોટી ચમચી જીરું પાણીમાં પલાળી સવારે તે પાણી ઉકાળી ને તે પાણી પી જવું તથા જીરું ખાઈ જવું તથા એક કલાક કુધી બીજું કઈ ના ખાવું. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી થોડા દિવસો માં ચરબી ઘટવા લાગશે અને પાચન ક્રિયા પણ સુધારી જશે.
7) અડધી ચમચી હિંગના પાવડર ને થોડો શેકી, સમાન ભાગે જીરા નો પાવડર તથા થોડું સિંધાલુણ દહીં સાથે મેળવી દિવસમાં બે વકત લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે.
8) ડાયાબિટીસ ના દર્દીઓએ એક નાની ચમચી જીરું દિવસમાં બે વાર ચાવી ને ખાવું થોડા દિવસમાં ધયાબિટીસઃ નિયંત્રણ માં આવી જશે. (એલોપેથિક દવાઓ પણ ડોક્ટરે ની સલાહ પ્રમાણે ચાલુ રાખવી).
9) શ્વાસ -અસ્થમાની બીમારીમાં જીરું પનોમાં ઉકાળી ને તેની વરાળ (નાસ) લેવો જલ્દીથી ફાયદો થશે. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી શ્વાસ ની તકલીફ માંથી છુટકારો થશે.
__________________________________
Cumin is grown in countries of the Middle East and South Asia.
Cumin is a very useful spice of the kitchen. There are three types of cumin. (1) White cumin, (2) Shah cumin (3) Kalonji cumin. Only white cumin is used as a spice in the kitchen.
Properties: - It is spicy, cold, cures heartburn, appetite, anorexia, removes false body heat and cures diarrhea. It is also useful in flatulence. It strengthens the entire digestive system.
0 Comments